Saturday, March 24, 2012

Conservation reserve will be declared for lions

24-03-2012
Conservation reserve will be declared for lions
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-conservation-reserve-will-be-declared-for-lions-3011902.html


- ભાવનગર પાસે મહુવા તાલુકાના વિકિયાળાના અનામત જંગલને કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરાશે - સિંહ સહિતનાં વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ માટે ખાસ આયોજન

એશિયાટિક સિંહ એટલે કે આપણો ગિરનો સાવજ હવે 'ભાવેણાં' (ભાવનગર)ની ધરતી સુધી પહોંચી ગયો છે. ત્યારે તેને ત્યાં વસવાટ માટે સરળતા અને શાંતિ મળી રહે તે માટે મહુવા તાલુકામાં અનામત જંગલ વિસ્તારને ખાસ કન્ઝર્વેશન રિઝર્વ જાહેર કરાશે.

જૂનાગઢના સક્કર બાગ ઝૂ ખાતે આવી પહોંચેલા સીસીએફ આર. એલ. મીણાએ આ અંગેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાના વિકિયાળાનાં જંગલમાં એક કન્ઝર્વેશન રિઝર્વ બનાવાશે. ૧૦૯ ચોરસ કિમીનો આ વિસ્તાર હાલ અનામત જંગલ છે. તેને કન્ઝર્વેશન રિઝર્વ બનાવાતાં તેમાં સિંહ સહિતનાં વન્યપ્રાણીઓના સંરક્ષણ માટે વધારાનાં નિયમો લાગુ પડાશે.

ગિરનાં સિંહો હવે ગિર જંગલમાંથી અમરેલી થઇ છેક ભાવનગર સુધી પહોંચ્યા છે. ત્યારે તેમનો માઇગ્રેશન રૂટ જળવાઇ રહે તેમજ નવા રહેણાંકમાં તેને અનુકૂળ વાતાવરણ સર્જાય એ માટેના આ પ્રયાસો છે એમ પણ તેણે ઉમેર્યું હતું. અત્રે નોંધનીય છે કે, અનામત જંગલ કરતાં અભયારણ્યના નિયમો જુદા હોય છે પરંતુ કન્ઝર્વેશન રિઝર્વમાં અભયારણ્ય જેટલા કડક નહીં પરંતુ અનામત જંગલ કરતાં વધુ કડક નિયમો હોય છે. તે હવે અહીં પણ લાગુ કરાશે.

No comments:

Previous Posts