Thursday, March 01, 2012

Fire in lion home land

01-03-2012
Fire in lion home land
Bhaskar News, Liliya
http://www.divyabhaskar.co.in/article/SAU-fire-in-lion-home-land-2924763.html

સાવજોના ઘરમાં લાગ્યો ભિષણ દવ

ક્રાંકચની સીમમાં બાવળના જંગલમાં લાગેલો દવ હજાર વિઘામાં પ્રસર્યો: વનતંત્ર દોડ્યું


જે વિસ્તારમાં ૨૮ સાવજોનું વિશાળ ગ્રુપ વસવાટ કરે છે તે લીલીયા તાલુકાના ક્રાંકચની સીમમાં ગાગડીયા નદીના કાંઠે આજે સાંજે જંગલ વિસ્તારમાં અચાનક દવ ફાટી નીકળતા રાત સુધીમાં એકાદ હજાર વિઘા જેટલા વિસ્તારમાં તે પ્રસરી ગયો હતો. દવની જાણ થતા વનવિભાગનો સ્ટાફ આ જંગલ વિસ્તારમાં દોડી ગયો છે.

લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તારના શેત્રુંજીના કાંઠાળ તથા બાવળ અને ઘાસના જંગલમાં જ્યાં ૨૮ સાવજો વસી રહ્યાં છે ત્યાં આજે મોડી સાંજે અચાનક દવ ફાટી નીકયો હતો. લીલીયા તથા સાવરકુંડલા તાલુકાના જુદાજુદા દસેક ગામના સીમાડાઓને અડતો આ જંગલ વિસ્તાર સાવજો માટે સ્વર્ગ સમાન છે.

આજે ક્રાંકચ નજીક બીડ વિસ્તારમાં ગાગડીયા નદીના કાંઠે ખોડીયારની ખાણ નજીક સાંજે પાંચેક વાગ્યે દવની શરૂઆત થઇ હતી. બચલુબેલુ તરીકે ઓળખાતા આ વિસ્તારમાં બાવળની કાટ અને ઘાસ છે. ખાનગી વીડીમાંથી શરૂ થયેલી આ આગ જોતજોતામાં પ્રસરી ગઇ હતી. અને રાત સુધીમાં આગ એકાદ હજાર વિઘાથી વધારે વિસ્તારમાં ફેલાઇ હતી.

સ્થાનિક લોકોએ આ અંગે વનવિભાગને જાણ કરતા વનતંત્રના બી.એમ.રાઠોડ વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા અને સ્થાનિક લોકોની મદદથી દવને કાબુમાં લેવા પ્રયાસ કર્યો હતો. અહીના સાવજો જુદાજુદા વિસ્તારમાં ફરતા રહે છે અને દવ જેવા સંજોગોમાં કુદરતે આપેલી અનોખી સુઝના બળે ત્યાંથી પલાયન કરી જતા હોય છે. આમ છતા વનતંત્રની સાવચેતી જરૂરી છે.

ગત વર્ષે ત્રણ વખત દવ લાગ્યો હતો

ક્રાંકચની સીમમાં જંગલ વિસ્તારમાં ખાનગી વીડીઓમાં ગત વર્ષે પણ દવની ત્રણ ઘટના બની હતી. તા. ૧૪/૪/૧૧ના રોજ ૮૦૦ વિઘામાં દવ પ્રસર્યો હતો. જ્યારે ૧૬/૫ના રોજ લાગેલો દવ ૭૦૦ વિઘામાં તથા તા. ૧૮/૫ ના રોજ લાગેલો દવ ૧૨૦૦ વિઘામાં પ્રસર્યો હતો. ચાલુ સાલે દવની પ્રથમ ઘટના બની છે


No comments:

Previous Posts