Monday, April 09, 2012

Forest fire at Liliya Kankranch controlled early morning

09-04-2012
Forest fire at Liliya Kankranch controlled early morning
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-liliya-forest-fire-control-3081133.html?OF4=

લીલીયામાં જ વારંવાર દવ કેમ લાગે છે? ચર્ચાનો વિષય


લીલીયા નજીકના જંગલમાં લાગેલી આગ કાબૂમાં આવી


લીલીયા તાલુકાના ક્રાંકચ ગામની સીમમાં ગઇકાલે અગિયારેક વાગ્યાના સુમારે સાવજોના રહેઠાણ સમા બાવળના જંગલમાં ભીષણ દવ ભભૂકી ઊઠતા બે થી અઢી હજાર વીઘા જમીનમાં વન્ય સૃિષ્ટનો નાશ થયા બાદ આખરે વહેલીસવારે દવ પર માંડ કાબૂ આવ્યો હતો. આજે અહીં દોડી આવેલા વનખાતાના અધિકારીઓએ સર્વેની કામગીરી હાથ ધરી હતી.

સાવજોનું જ્યાં રહેઠાણ છે તે ક્રાંકચ નજીક આવેલ બાવળના જંગલમાં પાછલા એક મહિના દરમિયાન દવની ત્રીજી ઘટના ગઇકાલે બની હતી. ગઇકાલે બાવળની કાંટ તથા ઘાસના જંગલમાં લાગેલો આ દવ એટલો વિશાળ હતો કે બે થી અઢી હજાર વીઘા જમીનમાં વન્ય સૃષ્ટિનો નાશ થઇ ગયો હતો. સાવજો જ્યાં વસે છે તે વિસ્તારમાં આ સૌથી ગાઢ જંગલ હતું.

ખાનગી વીડિયો તથા સરકારી ખરાબાની જમીનમાં ઊગેલું આ જંગલ સાવજોને ભારે અનુકૂળ આવી ગયું છે. સવારથી દવ લાગ્યો હોવા છતાં વનતંત્રની ટીમ છેક રાત્રે પહોંચી હતી. જો કે વહેલીસવાર સુધીમાં આ દવ જાતે જ ઠરી ગયો હતો. શેત્રુંજી અને ખારી નદીનો કાંઠો આવી જતાં દવ જાતે જ ઠરી ગયો હતો.

દરમિયાન આજે વનવિભાગના સ્થાનિક આરએફઓ એ.કે.તુર્ક, સ્ટાફના આર.જી.પટેલ, બી.એમ.રાઠોડ, કે.જી.ગોહિલ વગેરે જંગલવિસ્તારમાં દોડી ગયા હતા અને દવથી કેટલા વિસ્તારમાં વન્યસૃષ્ટિને નુકસાન થયું તે અંગે સર્વે હાથ ધર્યો હતો. આરએફઓ એ.કે.તુકેg જણાવ્યું હતું કે વહેલીસવારે દવ પર કાબૂ મેળવાયો હતો. દવથી સિંહો કે અન્ય વન્યપ્રાણીઓને નુકસાન થયું નથી.

વારંવાર દવ કેમ લાગે છે તે પ્રશ્ન ચર્ચામાં

લીલીયાના ક્રાંકચ વિસ્તારમાં સિંહોનો પણ વસવાટ હોય ત્યારે આસપાસના ખેડૂતો દ્વારા છેલ્લાં ૮ વર્ષથી બાવળો કાપ્યા જ નથી જેના કારણે ખળનો જથ્થો વધુ પ્રમાણમાં છે. બીજી બાજુ અહીં સિંહ દર્શન માટે આવતાં કે અન્ય કોઇ ટીખળખોળ દ્વારા આવા ખળના ઢગલમાં સળગતી બીડી કે, સિગારેટ પણ નાખી દેવાતી હોય તેવું મનાય રહ્યું છે. એક માસમાં ત્રીજી વખત આ વિસ્તારમાં દવ લાગ્યો છે. આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં સેઢાપરનું ખરાબ ઘાસ સળગાવ્યું હોય તેનો તણખો પણ આ ઘેઘૂર વીરડીમાં પડતાં દવ લાગતો હોવાનું પણ કારણ બહાર આવે છે.

No comments:

Previous Posts