Monday, April 02, 2012

Leopard show in madhavpur jungle

02-04-2012
Leopard show in madhavpur jungle
Divya Bhaskar By Nimish Thakar
http://www.divyabhaskar.co.in/article/SAU-leopard-show-in-madhavpur-jungle-3027492.html

લોકમેળા ટાણે માધવપુરનાં જંગલમાં દીપડાનો પડાવ

-રહેણાંક વિસ્તારો અને હાઇવે કાંઠે આવેલા જંગલમાં દીપડાનાં આંટાફેરા -ભાતીગળ લોકમેળા દરમિયાન દીપડો રંજાડ કરે તે પહેલા પાંજરે પુરવા ઉઠેલી માંગ


છેલ્લા કેટલાક વખતથી ગિર બોર્ડર પર આવેલા જૂનાગઢ જિલ્લાનાં ગામોમાં શેરડી કાપવાની મજૂરીએ આવતા પરપ્રાંતીય પરિવારોનાં બાળકોને ઉઠાવી જવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી છે. ત્યારે પોરબંદર તાલુકાનાં માધવપુર (ઘેડ) પંથકમાં પણ છેલ્લા કેટલાક સમયથી એક ખુંખાર દીપડો આવ્યો આવી ચઢ્યાનું જાણવા મળ્યું છે. પોરબંદર તાલુકાનાં માધવપુર ઘેડ ખાતે આવેલા વિશાળ બાવળનાં જંગલમાં અવાર-નવાર રાની પશુઓ આવી જતા હોય છે. આમ છતા વનવિભાગે હજુ સુધી કોઇ તકેદારીનાં પગલા નથી ભર્યા. આ રાની પશુઓમાં ખાસ કરીને દીપડાનો સમાવેશ થાય છે. માધવપુરમાં છેલ્લા ૬ મહિના પહેલાથી એક દીપડાએ ગામ નજીકનાં જ જંગલમાં પડાવ નાખ્યો છે. તે જંગલમાં રખડતા નાના-મોટા પ્રાણીઓનો તેમજ કુતરાં-ભૂંડ, વગેરેનો શિકાર કરે છે. પરંતુ હજુ સુધી આ જંગલી દીપડાને પકડવાની કોઇ કવાયત વનવિભાગે શરૂ કરી ન હોવાથી હવે તે રહેણાંક વિસ્તારો સુધી આવતો થયો છે.

ગત સોમવારે સમી સાંજે આ દીપડાને માધવપુરનાં દરીયા કાંઠે નેશનલ હાઇવની સાઇડમાં આ જંગલી દીપડાને આરામ ફરમાવતો પાતા (ઘેડ) ગામનાં મેર નાગજણ કારા પરમાર, ભોજા સરમણ ભરડા, કેશુ નાગા દોકલ અને ગોપાલ કાના મોકરીયાએ નજરે નિહાળતાં તેઓ ફફડી ગયા હતા. બાદમાં હિંમત એકઠી કરી દીપડા પાસેથી બાઇક પર ઝડપથી નિકળી ગયા હતા.

દીપડાને નજરે જોનાર યુવાનો બળેજ ગામે ચાલતી ખાણોમાં કામની પતાવટ કરી ડબલ સવારીમાં બે બાઇક પર હાઇવે પરથી પસાર થઇ હતા ત્યારે દંવગી હોટેલ નજીક નાગબાઇનાં પાટીયા પાસે હાઇવે રોડની સાઇડમાં આવેલી ડામર પટ્ટી ઉપર આ ખુંખાર જંગલી દીપડો લોટતો હતો. આ ર્દશ્ય નજરે જોઇ ઘડીવાર ચારેય યુવાનો થંભી ગયા. અને 'હવે શું કરવું', 'ક્યાં જવું' તેવો વિચાર બાદ ચારેયએ હિંમત એકઠી કરી દીપડા પાસેથી જ બાઇક પુરપાટ ઝડપે ચલાવી નીકળી ગયા હતા.

તેઓનાં એટલાં સદભાગ્ય કે દીપડો તેની મસ્તીમાં આરામ ફરમાવી રહ્યો હતો. આ ઘટનાની ગામ લોકોને જાણ થતાં લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો ધોળા 'દિએ દીપડો રહેણાંક વિસ્તાર સુધી આવી જતો હોય તો ક્યારે અને કોને નિશાન બનાવે તે ચોક્કસ કહી શકાય તેમ નથી.

આગામી દિવસોમાં માધવપુર (ઘેડ) ખાતે યોજાનાર ભાતીગળ લોકમેળા દરમ્યાન આ ખુંખાર દીપડો કોઇપણ માનવ જીંદગીને નિશાન બનાવે તેવો ભય સતાવી રહ્યો છે. પાંચ દિવસ સુધી ચાલનારા આ માધવપુરનાં મેળામાં શરાત-દિવસ લોકોની અવર-જવર મોટા પ્રમાણમાં રહેતી હોઇ અને જંગલ કાંઠે આવેલો નેશનલ હાઇવે પણ ટ્રાફિકથી ધમધમતો રહેતો હોઇ ખુંખાર દીપડો આતંક મચાવવાનું શરૂ કરે તે પહેલા તેને પાંજરે પુરવાની પ્રબળ માંગ ઉઠી છે.

No comments:

Previous Posts