Saturday, May 05, 2012

Leapord in jail


05-05-2012
Leapord in jail
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-leapord-in-jail-3214637.html?OF10=

ખિસ્ત્રી ગામે દીપડો પાંજરે પૂરાયા બાદ કલાકો સુધી બંધક! 

દીપડા ઝાડીમાં વસવાટ કરતા હોય તેની સફાઈ કરાવવા ગ્રામજનોએ ઉગ્ર માંગ કરી

પોરબંદર નજીકના ખિસ્ત્રી ગામે ગઈકાલે રાત્રીના દીપડો પાંજરે પુરાયા બાદ ગ્રામજનોએ એવી માંગણી કરી હતી કે, ખિસ્ત્રીની સીમમાં આવેલી ઝાડીમાં દીપડાઓ વસવાટ કરતા હોય આ ઝાડી સાફ કરવાની માંગણી સંતોષવા જીદ પકડી હતી. જો કે રાજકારણીઓની મધ્યસ્થી બાદ દીપડાને જુનાગઢ રવાના કરાયો હતો.

ગઈકાલે રાત્રીના ખિસ્ત્રી ગામે ગોઠવેલા બે પાંજરા પૈકી એક પાંજરામાં દીપડો કેદ થઈ ગયો હતો. આજે સવારે જ્યારે વનવિભાગના અધીકારીઓ આ દીપડાના પાંજરાને જુનાગઢ લઈ જતા હતા એ પૂર્વે ગ્રામજનોએ એવી રજુઆત કરી હતી કે, આ વિસ્તારમાં બે બચ્ચા સાથે દીપડાનો પરિવાર વસવાટ કરતો હોય

આ દીપડો અવારનવાર વાડી-ખેતરોમાં ઘુસી જતો હોવાથી ખેડૂતો અને ખેત મજુરો રાત્રીના સમયે વાડી-ખેતરે જઈ શકતા ન હોય આથી ખિસ્ત્રી ગામની આ ઝાડીની સાફસફાઈ કરવાની માંગણી
કરી હતી.

ત્યારબાદ પોરબંદર તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરાને થતા તેઓ ખિસ્ત્રી ગામે દોડી ગયા હતા. વનવિભાગ અને ગ્રામજનો વચ્ચે તેમણે મધ્યસ્થી કરીને આ ઝાડીની સફાઈ કરાવવામાં આવશે તેવી બાંહેધરી આપ્યા બાદ આ દીપડાને જુનાગઢ લઈ જવામાં આવ્યો હતો.

અહીં દીપડા ઉછેર કેન્દ્ર થોડું શરૂ કર્યું છે?
ખિસ્ત્રી અને ગોઢાણા ગ્રામજનોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, વોકળામાં ઝાડી-ઝાખરા આવેલા હોવાથી દીપડાઓ અહીં વસવાટ કરે છે. આ ઝાડી સાફ કરવાની માંગણી ઘણા લાંબા સમયથી કરી રહ્યા છે, છતાં જવાબદાર તંત્ર દાદ દેતું નથી. અમોએ શું દીપડા ઉછેર કેન્દ્ર શરૂ કર્યું છે ?

હજુ દીપડી અને તેના બે બચ્ચાં વસવાટ કરે છે
ખિસ્ત્રી ગામની ગારીની ઝાડીમાં હજુ દીપડી અને તેના બે બચ્ચા વસવાટ કરે છે. આ દીપડી પણ અવારનવાર સીમ વિસ્તારમાં ઘુસી આવતી હોય, આથી આ દીપડીના પરિવારને પાંજરે પુરવાની માંગણી ગ્રામજનો કરતા વનવિભાગે વધુ બે પાંજરા આ વિસ્તારમાં મુક્યા છે.

No comments:

Previous Posts