Sunday, May 27, 2012

Vulture population rised in Gir and Girnar sanctuaries

27-05-2012
Vulture population rised in Gir and Girnar sanctuaries
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-ghid-counting-is-over-in-junagadh-3329142.html


વન વિભાગની બાજનજરે ૧૨૫ ગીધ નોંધાયા: ગણતરી પૂર્ણ
- ગીધની સંખ્યા વધી : ગત વખત કરતાં ૬૮ વધુ ગીધ જોવા મળ્યા


ગીધની વસ્તી ગણત્રીનો ગઇકાલથી પ્રારંભ થયો હતો. બે દિવસ સુધી ચાલેલી આ ગણત્રી આજ પૂર્ણ થતાં સરેરાશ ૧રપ ગીધ જોવા મળ્યા છે. જેમાં ૮પ માળા એકલા ગિરનારનાં જંગલમાં નોંધાયા છે. વનવિભાગ અને ગિર ફાઉન્ડેશનનાં નેજા હેઠળ થઇ રહી આ કામગીરીમાં વનકર્મચારીઓ અને સ્વયંસેવી સંસ્થાઓનાં કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.

આ ગણત્રી શનિવાર સવારે ૮ વાગ્યાથી હાથ ધરવામાં આવી હતી અને રવિવારનાં સાંજનાં પૂર્ણ થઇ હતી. પ્રથમ દિવસે ૩૮ માળા અને ૬૭ ગીધ વનવિભાગની નજરે ચડયા હતાં. બીજા દિવસે હાથ ધરવામાં આવેલી ગીધની ગણત્રીમાં કુલ ૧રપ ગીધ નોંધાયા છે. જ્યારે ૧૬ બચ્ચા માળાઓમાં જોવા મળ્યા હતાં આમ કુલ ૮પ માળા નોંધાયા હતાં. ગત વખતે ગિરનારમાં ર૬ માળા હતા જે હવે વધીને ૮પ થયા છે અને એ રીતે ગિરનારમાં પ૭ ગીધ હતા જે હવે વધીને ૧રપ થયા છે. આમ ગિરનારમાં ગીધની સંખ્યામાં વધારો થયો છે. ગિરનારનાં જંગલમાં ગિરનારીગીધ, સફેદ ગીધ અને પહાડી ગીધ જોવા મળ્યા છે.

- ગિરનારમાં એકિછપીટ્રીદે ગક્ષેત્રના ગીધનો વસવાટ

- રાજાશાહીમાં પાંચ ગક્ષેત્રના ગીધ મોજૂદ હતા
કુદરતના સફાઇ કામદાર ગણાતા ગીધના દર્શન હવે દુર્લભ બની ગયા છે. ત્યારે રાજાશાહી યુગમાં પાંચ પ્રકારના ગક્ષેત્રના ગીધો ગુજરાતમાં મોજુદ હતા. જેમાં
(૧) દાક્ષય્ય કે જે ઉત્તર ગુજરાતમાં જોવા મળતા હતા.
(ર) માંસખણ્ડમણિડત ગૃધ્ર જે વડોદરા, અમદાવાદ, મોઢેરા, ઉંઝા, ડીસા, ભાવનગર, કચ્છમાં જોવા મળતા હતા. તે કલહપ્રિય હતા.
(૩) ગૃધ્ર કે જે વડોદરા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, કચ્છમાં હતા જે સ્થાયી હતા.
(૪) મિથ્યાગૃધ્ર મોટાવૃક્ષોમાં એમના સામુદાિયક નિવાસ્થાન હતા અમદાવાદ પાસે પીરાણામાં બહુ જોવા મળતા હતા.

- વિસાવદર જંગલમાં રર થી વધુ ગીધ
ગિર જંગલમાં દેવળીયા, માલણકા, ડેડકડી, કેરંભા, જાનવડલા, કમલેશ્ચર ડેમ, જશાધાર, વિસાવદર પંથકમાં ગીધની વસ્તી ગણત્રી કરવામાં આવી હતી જેમાં વિસાવદરના લીલાપાણી અને સુવેળી નેસ વિસ્તારમાં ર૦ થી વધુ અને પીયાવા ગામમાં ર ગીધ જોવા મળ્યા હતાં.

No comments:

Previous Posts