Saturday, June 30, 2012

Infight lion injured

30-06-2012
Infight lion injured
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-round-infight-lion-injured-3462984.html

વિસાવદરના ખાંભડા રાઉન્ડમાં ઇનફાઇટમાં સિંહ ઘાયલ 
મેટિંગ પિરિયડમાં ઇજાગ્રસ્ત થયાનું અનુમાન : વનવિભાગે સારવાર આપી જંગલમાં મૂકત કરી દીધો


વિસાવદરનાં ખાંભડા રાઉન્ડમાં મેટીંગ પીરીયડ દરમિયાન ઇનફાઇટમાં ઘવાયેલા સિંહને વનવિભાગે સારવાર આપી ફરી જંગલમાં મૂકત કરી દીધો હતો. હાલ ગીર જંગલમાં સાવજોનું વેકેશન ચાલે છે.

આ સમયકાળ સિંહ સહિ‌તનાં વન્યપ્રાણીઓનો મેટીંગ પીરીયડ હોવાનું માનવામાં આવે છે. આ સમયગાળામાં સિંહોમાં ઇનફાઇટનાં સૌથી વધુ બનાવો બને છે. આવાજ એક બનાવમાં વિસાવદર રેન્જનાં ખાંભડા રાઉન્ડમાં મેલડી આઇનાં નાકા પાસે માનાપાટ વિસ્તાર નજીક વન વિભાગનાં સ્ટાફને ફેરણી દરમિયાન સિંહ યુગલ સંવનન કરતું જોવા મળ્યું હતું.

જેમાં સિંહને કાનનાં ભાગે લોહી નીગળતુ જોવા મળતા તાત્કાલિક આરએફઓને વાકેફ કરાયા હતા અને આ ઘાયલ સિંહ પર વોચ ગોઠવી દેવાય હતી. ત્યારબાદ આરએફઓ એન.એમ. જાડેજાએ સાસણ વેટરનરી ટીમને બોલાવી આ ઘાયલ સિંહને ટ્રાન્કવિલાઇઝરથી બેભાન કરી કાનનાં ભાગે પુરતી સારવાર કર્યા બાદ ફરી આ સિંહને જંગલમાં મૂકત કરી દેવાયો હતો.

No comments:

Previous Posts