Monday, June 25, 2012

Leopard kills mentally retarded man at Dudhada near Dalkhania in Amreli district

25-06-2012
Leopard kills mentally retarded man at Dudhada near Dalkhania in Amreli district
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-hunt-of-man-by-leopard-at-dhari-3445804.html?PRVNX=


દીપડાએ અસ્થિર મગજના યુવકને ફાડી ખાધો 
- પંદર વર્ષથી આ યુવાન દુધાળા ખીસરી રોડ પર દિવસભર આંટા મારતો હતો


ધારી તાબાના દલખાણીયા રેંજમાં દુધાળા ખીસરી રોડ પર ગત મોડીરાત્રીના એક અસ્થિર મગજના કોળી યુવક પર દીપડાએ હુમલો કરી ફાડી ખાધો હતો. આ અંગે વનવિભાગને જાણ થતા જ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે દવાખાને ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને માનવભક્ષી દીપડાને ઝડપી પાડવા બે પાંજરાઓ ગોઠવી દેવામાં આવ્યાં છે.

યુવકને દીપડાએ ફાડી ખાધાની આ ઘટના દલખાણીયા રેંજમાં દુધાળા રોડ પર ગત મોડીરાત્રીના બની હતી. જ્યાં જળજીવડી ગામે રહેતો હકા શામજીભાઇ કોળી (ઉ.વ.૪૨) નામનો યુવાન છેલ્લા પંદરેક વર્ષથી અસ્થિર મગજનો હોય અને ગમે ત્યાં આંટાફેરા મારતો હોય ગત રાત્રીના આ યુવાન દુધાળા રસ્તા પાસે સુતો હતો. ત્યારે દીપડો આવી ચડતા તેના પર હુમલો કરી દીપડો તેને દોઢસો મીટર દુર આવેલ કાંતિભાઇ બાલધાની આંબાની વાડીમાં ઢસડી ગયો હતો.

દીપડો યુવાનના હાથ, ગળાનો ભાગ તેમજ પેટનો ભાગ ખાઇ ગયો હતો. ઘટના અંગે વનવિભાગને જાણ થતા ડીએફઓ અંશુમન શર્મા, આરએફઓ એ.વી.ઠાકર, નિલેશ વેગડા સહિત સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને યુવકની લાશને ધારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે લઇ જવાની કાર્યવાહી કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અનેક દીપડાઓ વસવાટ કરતા હોય અવારનવાર માણસ પર હુમલાની ઘટના બની રહી છે. દોઢેક માસ પહેલા પણ કરમદડીમાં એક વૃધ્ધાને દીપડાએ ફાડી ખાધી હતી. આ ઉપરાંત લાઇનપરામાં પણ એક બાળકીને દીપડાએ ફાડી ખાધાની ઘટના બની હતી. જેથી લોકોમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.

- માનવભક્ષી દીપડાને પકડવા બે પાંજરા ગોઠવાયા

દુધાળા રોડ પર અસ્થિર મગજના યુવકને ફાડી ખાનાર માનવભક્ષી દીપડાને પકડવા માટે વનવિભાગ દ્રારા બે પાંજરાઓ ગોઠવવામાં આવ્યાં છે. માનવભક્ષી તુરત પાંજરે પુરાય તેવુ આ વિસ્તારના લોકો ઇચ્છી રહ્યાં છે. જેથી અન્ય કોઇ આવી ઘટના ન બને.

No comments:

Previous Posts