Saturday, September 15, 2012

Six months Leopards cubs came out from well

15-09-2012
Six months Leopards cubs came out from well
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-six-months-leopards-cubs-came-out-from-well-3788448.html?OF14=

૬ માસના દીપડાના બચ્ચાને ૩ કલાકે કૂવામાંથી બહાર કઢાયું 

- ગુરુવારે રાત્રે ખેતરના કૂવામાં પડી ગયું હતું

- વનવિભાગની ટીમે રીતસરનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ૬ માસનું બચ્ચુ ઉગારી લઈ કબજે લીધું


તાપી જિલ્લાના વ્યારા પંથકમાં અવાર નવાર દીપડાઓ નજરે પડવાના બનવો સામાન્ય બની રહ્યાં છે. ગત ગુરુવારની રાત્રિ દરમિયાન વ્યારા તાલુકાના વાઘપાણી ગામે એક ખેડૂતના ખેતરમાં આવેલ કૂવામાં અંદાજિત ૬ માસનું દીપાડનું બચ્ચુ પડી જતા જે અંગે ખેતર માલિક દ્વારા ગ્રામજનો અને વનવિભાગને જાણ કતાં શુક્રવારના રોજ ૩ કલાકના રેસક્યુ ઓપેરશન બાદ બચ્ચાને પાંજરામાં પુરાઈ જતાં પ્રજાજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, પંથકમાં હજીય દીપડા નજરે પડી રહ્યાં હોય વનવિભાગ દ્વારા તેમજ તાકીદે ઝબ્બે કરે એ જરૂરી બન્યું છે.

વ્યારા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી અદ્રશ્ય થયેલા દીપડાઓ પુન: નજરે પડતા જનજીવનમાં ભારે ગભરાટફેલાઈ જવા પામ્યો છે. વ્યારા તાલુકાના વાઘપાણી ગામે નિશાળ ફિળયામાં રહેતા દીવાળીયાભાઈ પાઈલાભાઈ ગામીતની ગામની સીમમાં ખેતર આવેલ છે. ગત શુક્રવારના રોજ તેઓ રાબેત મુજબ ખેતરમાં નીકળ્યા હતાં. તરે ખેતર નજીક આવેલ કૂવામાં પાણીનો અવાજ આવતાં તેઓ ચોકી ઉઠ્યા હતાં અને કૂવામાં જનર નાંખતા એક દીપડાનું બચ્ચુ નજરે પડ્યું હતું.

જેથી તેઓ તરત જ આ અંગે ગ્રામજનો અને વનવિભાગને જાણ કરતાં તાબડતોડ અધિકારી આઈ. આર. રબારી તથા સ્ટાફ ઘટના સ્થળે જઈ દીપાડને બચાવવા રેસ્કુય ઓપેરશન હાથ ધર્યું હતું. બચ્ચુ રાત્રિથી પાણીમાં પડ્યું હતું. પરંતુ કૂવામાં બખોલ હોવાના કારણે બચ્ચુ થોડીવાર પાણીમાં અને થોડીવાર બખોમાં રહેતા બચી ગયું હતું.

વનવિભાગની ટીમે ૨ વાગ્યેથી દીપાડને બચાવવા ઓપેરશન હાથ ધયું હતું. જે અંદાજિત ૩ કલાકની જહેમત બાદ બચ્ચુ કૂવાની બહાર આવી પાંજરામાં પુરાઈ જવા પામતાં તંત્રએ હાશકારો લીધો હતો. અને અધિકારીઓના માર્ગદર્શન બાદ બચ્ચાને છોડવામાં આવશે.

No comments:

Previous Posts