Sunday, October 21, 2012

Lion cubs barth in Geer

21-10-2012
Lion cubs barth in Geer
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-lion-cubs-barth-in-geer-3950898.html?OF20=

ગીરના વનમાં ગૂંજી સિંહબાળોની 'કાલીઘેલી' ડણકો

એશીયાઇ સિંહ પ્રજાતીનાં છેલ્લા આશ્રય સમું ગીરનું જંગલ સિંહપ્રજાતીનું અસ્તિત્વ જાળવવા સાથે સિંહોની સંખ્યા વધારવા માટેનું આદર્શ સ્થળ સાબીત થઇ રહયું છે. છેલ્લા દસ વર્ષથી વનવિભાગ દ્વારા સિંહ પ્રજાતીની વૃધ્ધી વધારવા હાથ ધરાયેલા અસરકારક પ્રોગ્રામ અને સિંહ પ્રજાતીનાં સંવનન કાળથી લઇ સિંહબાળોનાં જન્મ સુધીનાં પીરીયડમાં કોઇપણ પ્રકારની માનવીય ખલેલ ન પહોંચે તેની લેવાની સતત તકેદારીથી દર વર્ષ સિંહબાળો મોટી સંખ્યામાં જન્મે છે.

વનવિભાગ દ્વારા જન્મ બાદ સતત ઓબ્ઝર્વેશન રાખી સિંહબાળોની શારીરિક સ્થિતીનું અવલોકન રાખી મૃત્યુદર ઘટાડતા સિંહબાળ મોટી સંખ્યામાં જોવા મળી રહયા છે. ગીરનાં જંગલમાં હાલ નેવુથી સો જેટલા નવા સિંહબાળોનાં જન્મ થયા છે અને અનેક વિસ્તારોમાં નાના-નાના બચ્ચાવાળા સિંહગૃપો જોવા મળે છે.

સિંહપ્રજાતી માટે જૂન માસથી સંવનનનો તબકકો શરૂ થતો હોય આ વર્ષા ઋતુનાં સમયમાં મોટી સંખ્યામાં મેટિંગ થતુ હોય છે અને સિંહણો ગર્ભધારણ કરે છે. ચોમાસાની વિદાય સાથે શિયાળાનાં આગમન પહેલા સિંહણોનો પ્રસુતીનો તબકકો શરૂ થઇ જાય છે. હાલ ગીરનાં જંગલમાં સિંહણો ફરી નવા સિંહબાળોને જન્મ આપી રહી છે. ગીરનાં આરક્ષીત જંગલમાં અંદાજે પાંત્રીસથી ચાલીસ જેટલી સિંહણોએ ગર્ભધારણ કરેલ જેની પ્રસુતી થવાનું શરૂ થઇ ચુકયુ હોય અત્યારે નેવુથી સો જેટલા સિંહબાળોનો જન્મ થયો છે. આ સિંહબાળોની કીલકીલાટથી ગીરનાં જંગલમાં સિંહદર્શનને જતા પ્રવાસીઓ પણ ભારે આનંદીત બને છે અને માદા સાથે સિંહબાળોને જોઇ વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખુશી સાથે ગૌરવ અનુભવી રહયા છે.

- સિંહબાળને પાંચ માસ સુધી પેટ ભરાવે છે

સિંહણ પ્રસુતી બાદ જન્મેલા સિંહબાળોને પાંચ માસ સુધી પોતાનું ધાવણ પીવરાવી પેટ ભરાવી તેનો ઉછેર કરે છે. પાંચ માસ બાદ શિકાર કરેલા મારણનું લોહી ચખાડી મારણ ખાતા શીખવાડે છે. શરૂમાં કોમળ તૃણભ્રક્ષી પ્રાણીનું મારણ ખવડાવ્યા બાદ સિંહણ નાના-હરણ - ચિતલનો શિકાર સિંહબાળનાં ભોજન માટે કરે છે.

No comments:

Previous Posts