Sunday, February 03, 2013

Lioness attack forestor at Sedhpara village near Dhari

03-02-2013
Lioness attack forestor at Sedhpara village near Dhari
Divya Bhaskar
http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-264698-NOR.html

ધારીના સેઢાપરાની સીમમાં ફોરેસ્ટર પર સિંહણનો હુમલો

- લોહીલુહાણ હાલતમાં સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયા


ધારી ગીરપુર્વમાં પાણીયા રેંજના સેઢાપરા ગામની સીમમાં આજે બપોરના સુમારે સિંહણે ફોરેસ્ટર પર હુમલો કર્યો હતો. સિંહણે ફોરેસ્ટરને કમરના ભાગે ઇજા પહોંચાડી લોહીલુહાણ કરી મુકતા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગીર પંથકના ગામડાઓમાં અવારનવાર વન્યપ્રાણીઓ ચડી આવે છે. અને માણસ પર હુમલો કરી બેસે છે. જેના કારણે લોકોમાં ભય ફેલાયો છે.

ફોરેસ્ટર પર સિંહણે કરેલા હુમલાની આ ઘટના ધારી તાબાના સેઢાપરા ગામની સીમમાં બની હતી. જ્યાં બપોરના સુમારે વનવિભાગમાં ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા જી.એમ.ડાંગર પર સિંહણે હુમલો કર્યો હતો. સિંહણે હુમલો કરી તેને કમરના ભાગે ઇજા પહોંચાડતા તેને તાત્કાલિક સારવાર માટે અમરેલી સિવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

ગીરકાંઠાના ગામડાઓમાં પાછલા કેટલાક સમયથી વન્યપ્રાણીઓનો વસવાટ પ્રમાણમાં વધ્યો હોય અવારનવાર માણસો પર હુમલાની ઘટના બનતી રહે છે. હાલમાં રેવન્યુ વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહ, દપિડા સહિતના વન્યપ્રાણીઓ આંટાફેરા મારતા હોય લોકોમાં ભય ફેલાયો છે.

No comments:

Previous Posts